ઉપાસના સર્કલ પાસે બાઇક સવાર યુવક પર છરી વડે હુમલો
- મારી સામે કેમ જોવે છે કહી
- છાતીના પડખા, હાથ પર છરીના ઘા મારતા યુવક ઇજાગ્રસ્ત : બે સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં રસ્તા પર બાઈક લઈને જતા બે મિત્રો ઉપર સામુ જોવા જેવી નજીવી બાબતે ધમકી આપી છરી વડે હુમલો કર્યાની ઘટના બની છે. સીટી બી ડીવીઝન પોલીસ મથકે ઈજાગ્રસ્તે બે અજાણ્યા બાઈક ચાલકો સામે ગુનોં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દેશળભગતની વાવ પાસે રહેતા વિશાલ પરસોતમભાઈ મકવાણા મિત્ર સાથે વઢવાણેથી પરત આવી રહ્યો હતો. ત્યારે ઉપાસના સર્કલ નજીક અન્ય બાઈક ચાલક સામે જોતા બાઇક પર સવાર બે લોકોએ બાબતે મારી સામે કેમ જોવે છે. એમ કહી ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતાય બંને શખ્સોએ ઢીકા પાટુનો માર મારી કરી હતી. ઝપાઝપી દરમિયાન બંને શખ્સો ઉશ્કેરાઈ જઈ છરી વડે છાતીના પડખા તેમજ અંગુઠાના ભાગે ઈજાઓ કરી બે અજાણ્યા શખ્સો નાશી છુટયા હતા. આ બાબતે સીટી બી ડીવીઝન પોલીસ મથકે ઈજાગ્રસ્ત વિશાલ પરસોતમભાઈ મકવાણાએ બે અજાણ્યા બાઈક ચાલકો વિરૂધ્ધ ગુનોં નોંધાવતા આગળની વધુ તપાસ બી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.