લગ્નમાં જવા નીકળેલા યુવાનની બાઈક ડિવાઇડર સાથે ભટકાતા કરુણ મોત
Vadodara Accident : વડોદરામાં વાઘોડિયા તાલુકાના હાલોલ વડોદરા સ્ટેટ હાઇવે પર પાંચ દેવલા ગામ નજીક પુરપાટ ઝડપે જતી એક બાઈક ડિવાઇડર સાથે અથડાતા રોડ પર પટકાવાથી માથામાં ઇજા થતાં 24 વર્ષના અક્ષર ગીરીશ વરિયા (રહે જાડેજાનગર સોસાયટી, ગોધરા રોડ હાલોલ)નું કરુણ મોત નીપપ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઘરેથી નીકળતી વખતે તેના ભાઈને કાલોલ ખાતે લગ્નમાં જવાનું છે તેમ કહીને નીકળ્યો હતો અને લગ્નમાંથી સીધો હું નોકરી પર જઈશ. ઉલ્લેખનીય છે કે અક્ષરની લગ્ન નક્કી થયું હતું અને થોડા સમય બાદ તેનો પણ લગ્ન હતું.