ફિલિપાઈન્સની લાડી અને અંકલેશ્વરનો વર, સોશિયલ મીડિયાએ બનાવી દીધી જોડી
Ankleshwar Young Man Marries Philippines Girl: પ્રેમની કોઈ સીમા હોતી નથી. પ્રેમને જાતિ, સંપ્રદાય, ધર્મ અને કોઈપણ સરહદ નડતી નથી. આજકાલ વિદેશી યુવતીઓ સાથે પ્રેન લગ્નના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે. જ્યાં ફિલિપાઈન્સની યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા માટે સરહદો પાર કરીને ગુજરાત આવી હતી.
સોશિયલ મીડિયા પર અંકલેશ્વરના યુવાન પિન્ટુ પ્રસાદ ફિલિપાઈન્સ યુવતી LIMBAJANE MAGDAO સાથે મિત્રતા કરી હતી. સોશિયલ મીડિયા પર વાતચીત કરતા પિન્ટુને આ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે પ્રેમ એટલો ગાઢ થયો કે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
ભારે જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો. ફિલિપાઈન્સમાં યુવતીના માતા-પિતા અને પરિવારે પિન્ટુને અપનાવી લીધો હતો. ત્યા બંનેએ ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને ભારત આવ્યા અને અંકલેશ્વરમાં હિન્દૂ રીતિ રિવાજ મુજબ પરિવારે બન્નેના ધામધૂમથી લગ્ન કર્યા હતા.