Get The App

આણંદના ગામડી ગામના યુવકનો ફાંસો ખાઈ આપઘાત

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
આણંદના ગામડી ગામના યુવકનો ફાંસો ખાઈ આપઘાત 1 - image


- મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી

- ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી : મોતનું કારણ અકબંધ

આણંદ : આણંદ પાસેના ગામડી ગામના ૩૦ વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 

આણંદ પાસેના ગામડી ગામે આવેલ આકાશ ટાઉન ખાતે રહેતા ૩૦ વર્ષીય નીરવ જયંતીભાઈ ડોડીયાએ ગઈકાલ રાત્રિના સુમારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિવારજનો તથા આસપાસના સ્થાનિકોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને આણંદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. 

આ બનાવવા અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે કયા કારણોસર યુવકે આપઘાત કર્યો તે અંગેનું સચોટ કારણ અકબંધ રહેવા પામ્યું છે.

Tags :