જામનગરમાં કાકાના ઘરે દેવભૂમિ દ્વારકાથી આવેલા યુવાનને પડોશી યુવતી સાથે વાત કરવાનું ભારે પડ્યું, ચાર લોકોએ છરી વડે હુમલો કર્યો
Jamnagar Crime : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતો એક યુવાન જામનગરમાં તેના કાકાને ઘેર આવ્યો હતો, દરમિયાન યુવતી સાથે મોબાઈલમાં વાત કરવાના પ્રશ્ને ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો, જે અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકામાં રહેતો પરેશ દિનેશભાઈ શુક્લા નામનો 20 વર્ષનો યુવાન ગઈકાલે જામનગરના ગાંધીનગર નજીક મોમાઈનગરમાં રહેતા પોતાના કાકા મુકેશભાઈને ઘેર આવ્યો હતો. ત્યાં તેના પાડોશમાં રહેતો મનીષભાઈ શેખા નામના શખ્સ પરેશભાઈની બહેન સાથે મોબાઇલ ફોનમાં વાત કરતો હતો.
જેને વાત કરવાની ના પાડવા બાબતે સમજાવવા જતાં આરોપી મનીષ થતા તેની સાથેના દિનેશભાઈ શેખા, ટપુભાઈ શેખા અને ચિરાગભાઈ શેખા વગેરે ઉસ્કેરાઈ ગયા હતા, અને છરી વડે હુમલો કરી દઈ ઇજા પહોંચાડી હતી. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.