સંબંધીની ખબર પૂછીને પરત ફરતા બખરલાના યુવાનનું અજાણ્યાં વાહનની ટક્કરે મોત
કોલીખડા પાસે હિટ એન્ડ રન
લક્કી બંદર વિસ્તારમાં અકસ્માતે દરિયાની ખાડીમાં પડી જતાં ખલાસીએ જીવ ગુમાવ્યો
બખરલાના જૂના વણકરવાસમાં રહેતા અર્જુન મારૃ નામના યુવાને
ઉદ્યોગનગર પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે તેનો ભાઇ વિનોદ જેઠાભાઇ મારૃ ઉ.વ. ૨૮
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે તેમના સંબંધી હોસ્પિટલમાં દાખલ થયા
હોવાથી તેમને જોવા માટે બાઇક લઇને નીકળ્યો હતો અને પરત ફરતો હતો ત્યારે કોલીખડા
રોડ પર રાતડા સીમશાળા પાસે અજાણ્યા રોપી વાહનના ચાલકે સામેથી બેફિકરાઇથી વાહન
ચલાવીને વિનોદના બાઇકને ઠોકર મારી દેતા ગંભીર ઇજા થઇ હતી અને ઘટનાસ્થળે જ તેનુ મોત
થયુ હતુ. આથી બેફિકરાઇથી વાહન ચલાવીને અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલક સામે
અર્જુન મારૃએ ગુન્હો નોંધાવ્યો છે.
લકડીબંદર વિસ્તારમાં દરિયાની ખાડીકાંઠે પાણીમાં ડૂબી જતા વલસાડના સરકારવાડમાં રહેતા માછીમાર સતીષભાઇ શંકરભાઇ દુબળાનું મોત થયુ છે. સતીષભાઇ અકસ્માતે ખાડીના પાણીમાં પડી ગયા હતા અને બનાવની જાણ થતા માછીમારોએ એકત્ર થઇ તેમને બહાર કાઢયા હતા પરંતુ તેમનુ મોત થયુ હતુ. પી.એમ.ની વિધિ સરકારી ભાવસિંહજી હોસ્પિટલે કરવામાં આવી હતી ત્યારે આગળની તપાસ હાર્બર મરીન પોલીસ ચલાવી રહી છે.