ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ દરિયામાં પડ્યો, પછી જુઓ શું થયું
RoRo Ferry Service: ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ સર્વિસ ચાલી રહી છે. આ રો-પેક્સ સર્વિસના જહાજમાંથી અચાનક એક યુવક દરિયામાં ખાબક્યો હતો. જો કે,રો પેક્સ ફેરી સર્વિસની રેસ્ક્યૂ ટીમ યુવક દરિયામાં ડૂબે તે પહેલા જ તેને બચાવી લેવામાં આવ્યો હતો.
રો પેક્સ ફેરી સર્વિસની રેસ્ક્યુ ટીમે યુવક બચાવ્યો
મળતી માહિતી અનુસાર, ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં એક યુવક અચાનક દરિયામાં ખાબક્યો હતો. પરંતુ સમયસર આ યુવકનું રો પેક્સ ફેરી સર્વિસની રેસ્ક્યુ ટીમ બચાવી લીધો હતો. ઘોઘાથી હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હજીરા જતી હતી એ સમયે બન્યો હતો. ત્યારે હવે રો-પેક્સ સર્વિસમાં સલામતીને લઈને સવાલો ઊઢી રહ્યો છે. કારણે કે, આ યુવક જહાજમાં કયા ઊભો હશે અને અચાનક તે દરિયામાં ખાબક્યો?
આ પણ વાંચો: નરોડામાં પુત્ર સાથે માતાએ કરેલા આપઘાતનો કેસ, પોલીસકર્મી પતિ સહિત સાસરિયાઓની ધરપકડ
ઘોઘાથી હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હજીરા જતી હતી એ સમયે બન્યો હતો બનાવ ત્યારે રેસ્કયૂ કરતા સમયે રો પેક્સ ફેરી સર્વિસને મધ દરિયે ઊભી રાખવી પડી હતી.
ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ સર્વિસનું એક ટ્રીપમાં 50 મેટ્રીક ટન વજન સહિતના 30 ટ્રક, 100 કાર, 34 શિપ ક્રૂ અને 500 પેસેન્જરનું પરિવહન કરી શકે છે. આ ઉપરાંત બે ફૂડ કોર્ટ, 14 વ્યક્તિની કેપેસીટીવાળો કેમ્બે લોન્જ, બિઝનેસ ક્લાસમાં 78, એક્ઝીક્યુટીવમાં 316 અને ઈકોનોમીમાં 92 વ્યક્તિ તેજમ સુરક્ષા માટે 22 લાઈફ રાફ્ટ, મુસાફરોને 52 મિનિટમાં બહાર કાઢવાની ક્ષમતા ધરાવતા બે મરિન ઈવેક્યુએશન ડિવાઈસ, એક ફાસ્ટ રેસ્ક્યુ પણ સામેલ રહેશે.