તાલાલાના વેરાવળ રોડ પર ઝેરી દવા પી યુવાને જીવન ટૂંકાવ્યું
જૂની કન્યા શાળા પાસેથી મળ્યો મૃતદેહ
આથક તંગીના કારણે અંતિમ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું
તાલાલા ગીર : તાલાલા શહેરમાંથી પસાર થતા મુખ્ય માર્ગ વેરાવળ રોડ ઉપર જુની કન્યા શાળા પાસેથી સવારે યુવકનો મૃતદેહ મળતા ભારે ચકચાર ફેલાયેલ છે.પીએમ રિપોર્ટમાં તેણે ઝેરી દવા પીધી હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે તાલાલા પોલીસે આપેલ વિગત પ્રમાણે તાલાલા
શહેરમાંથી પસાર થતા વેરાવળ રોડ મુખ્ય માર્ગ ઉપર સવારે જુની કન્યા શાળા પાસેથી
અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી.પોલીસે
મૃતદેહને તાલાલા સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી.જ્યાં ફરજ પરના તબીબે પી.એમ કરી
ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું.
પોલીસની તપાસ દરમ્યાન મૃતક યુવાન પ્રતિકભાઈ જનકભાઈ ગોંડલીયા
(ઉ.વ.૩૫)( રે.તાલાલા ગીર(મુળ.બગસરા)હોવાનું જાણવા મળ્યું છે.યુવકે આથક તંગીના
કારણે ઝેરી દવા પી જિંદગી ટુંકાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.વધુ તપાસ
તાલાલા પી.આઈ.જે.એન.ગઢવીએ હાથ ધરી છે.