આર્થિક સંકડામણને લીધે ડિપ્રેશનમાં આવી જતા યુવાને જિંદગી ટૂંકાવી
મીઠાપુરના આરંભડા ગામે એસિડ પીધું
મોરબીમાં ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા અને
સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા જીગ્નેશભાઈ કનુભાઈ કાનાણી નામના ૪૫ વર્ષના યુવાને
પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
જીગ્નેશભાઈ પોતાનો વ્યવસાય ભાગીદારીમાં કરતા હોય અને
ધંધામાં નુકસાની આવતા તેમની પાસે તેમના પાર્ટનર રૃ. ૪૪.૫૦ લાખ માંગતા હતા. આ
ઉપરાંત તેમની દુકાન સરકારી જમીન ઉપર હોય,
જેમાં ડિમોલિશન આવતા બે દિવસ પૂર્વે તેમની દુકાન પડી ગઈ હતી. આ તમામ
પરિસ્થિતિના કારણે ડિપ્રેશનમાં આવી જતા તેમણે અંતિમ પગલું ભર્યું હોવા અંગેની જાણ
મૃતકના પત્ની સોનલબેન જીગ્નેશભાઈ કાનાણીએ મીઠાપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે
જરૃરી નોંધ કરી, આગળની
કાર્યવાહી કરી હતી.
મોરબીના ઘૂટું ગામે હરિઓમ પાર્કમાં રહેતા નવનીતભાઈ ધીરુભાઈ સોરઠીયા (ઉ.૩૧) એ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે