શિકાર કરવા જતી વખતે બાઇક સ્લીપ થયું ને બંદૂકમાંથી ગોળી છૂટતા યુવાનનું મોત
માળિયામિંયાણા તાલુકાના વવાણીયા ગામ નજીક
યુવાન એકલો જ શિકાર અર્થે ગયો હતો કે અન્ય કોઇ સાથે હતા, બંદૂક લાયસન્સવાળી છે કે કેમ તે દિશામાં તપાસ
માળીયા (મિ.)ના વવાણીયા નજીક ગત રાત્રીના સમયે બંદૂકની ગોળી
લાગતા વસીમભાઈ ગુલમામદભાઈ પીલુડિયા (ઉ.વ.૩૮) નામના યુવાનનું મૃત્યુ નિપજતા
મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી ખસેડવામાં આવ્યો હતો તો બનાવ અંગે
માળિયા પોલીસને જાણ કરવામાં આવતા તુરંત દોડી આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને અન્ય લોકો શિકાર કરવા માટે જતા હતા ત્યારે બાઈક
સ્લીપ થવાથી બંદૂકમાંથી ફાયરિંગ થતા વસીમનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી
હતી.
જોકે યુવાન એકલો જ શિકાર અર્થે ગયો હતો કે અન્ય કોઈ સાથે
ગયા હતા તેમજ જે બંદુકમાંથી ગોળી છૂટી તે લાયસન્સ વાળી બંદુક છે કે કેમ તે સહિતની
દિશામાં માળિયા પોલીસે તપાસ ચલાવી છે તેમજ પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ
હાથ ધરી છે.