ગણદેવીના માણેકપોર ગામે બાઈક સ્લીપ થઈ જતાં નશીલપોર ગામના યુવાનનું મોત
Navsari : ગણદેવીના વેગામથી માણેકપોર ગામે જતા રસ્તા પર માણેકપોર બોરીયા પુલ પાસે નશીલપોર ગામના યુવાનની બાઈક સ્લીપ થઈ જતાં ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતું.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારી નજીક બારડોલી રોડ પર આવેલા નશીલપોર ગામે કોળીવાડ ખાતે રહેતા રિંકુલ નટુભાઈ પટેલ (ઉ.વ.28) ખેતી કામ કરતો હતો. રિંકૂલ પટેલ ગઈકાલે પોતાની કેટીએમ બાઈક (નં જીજે-05-એન.જી.9414) પર પોતાની ફોઈના ઘરે ગણદેવીના એંધલ ગામે જવાનું કહીને નીકળ્યો હતો. દરમિયાન રિંકુલે ગણદેવીના વેગામથી માણેકપોર ગામે જતા રસ્તા પર બોરીયા પુલ પાસે પોતાની બાઈક પુરપાટ ઝડપે હંકારી લાવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સાથે રસ્તા પર ફંગોળાઇ જતા રીંકુલ ને શરીરે માથાના ભાગે તથા હાથમાં ફેક્ચર થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજયુ હતું. આ બનાવ અંગે ગણદેવી પોલીસમાં અકસ્માત અંગે મારનાર રિંકુલ પટેલના નાનાભાઈ ચિંતન નટુભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ ડી.એમ.રાઠોડ કરી રહ્યા છે.