કાળાતળાવ ગામ પાસે ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત
- પિતાએ ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
- સાળાના લગ્નમાંથી પરત આવતા ભાવનગરના યુવાનને રસ્તામાં મોત મળ્યું
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસમાં આવેલ શ્રમજીવી સોસાયટી ખાતે રહેતા નીરજભાઈ ઉર્ફે નિલેશભાઈ અરવિંદભાઈ જાંબુચા ( ઉ.વ ૨૭ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઇડી ૫૩૦૭ લઈને કાળાતળાવ સાળાના લગ્નમાં સાસરે ગયા હતા.લગ્ન પ્રસંગ પૂર્ણ થતા નીરજભાઈ પોતાનું બાઈક લઈને પરત ભાવનગર તરફ આવતા હતા તેવામાં કાળાતળાવ ગામ પાસે ભાવનગર તરફ જતા રસ્તે વળાંક પાસે આશાપુરા સોલ્ટ નજીક ટ્રક નંબર જીજે ૧૪ ઝેડ ૧૭૮૫ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી નીરજભાઈના બાઈક સાથે અથડાવી દેતા નીરજભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા અરવિંદભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.