છત્રાલ હાઇવે ઓળંગતા યુવકને બેકાબુ કારે અટફેટે લેતાં ગંભીર ઇજાથી મોત
કલોલ : કલોલ તાલુકાના છત્રાલ ગામે હાઇવે રોડ ઓળંગતા અકસ્માત નો
બનાવ બન્યો હતો કાર ચાલકે રોડ ઓળંગી રહેલા રાહદારીને ટક્કર મારી હતી જેમાં તેને
ઇજાઓ પહોંચી હતી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું
મોત થયું હતું બનાવા અંગે પોલીસે કારનાચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
કલોલ તાલુકાના છત્રાલ ગામે રહેતા નિરંજન રાજવંશી અને આદેશ
કપિલ રાજવંશી બંને યુવકો હાઇવે ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ નીકળેલ કાર નંબર
જીજે-૦૨- સીએ-૪૮ ૩૮ ના ચાલકે નિરંજનને ટક્કર મારી હતી જેથી તેને માથાના ભાગે અને
શરીરના ભાગે ઇજાઓ પહોંચતા બેભાન થઈ ગયો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન નિરંજન રાજવંશીનું મોત થયું હતું
અકસ્માત અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.