પરિણીત પ્રેમિકા સાથે તકરાર થતા યુવકનો આપઘાત
છૂટાછેડના મુદ્દે ઝઘડો થતા પ્રેમિકા ઘર છોડીને જતી રહી હતી
વડોદરા,દંતેશ્વર જ્ઞાાન નગરમાં રહેતા યુવકને તેની પરિણીત પ્રેમિકા સાથે ઝઘડો થતા આવેશમાં આવીને ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જ ેઅંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દંતેશ્વર જ્ઞાાન નગરમાં રહેતો ૩૨ વર્ષનો વિજય ભાઇલાલભાઇ બારિયા ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે. તેને કિશનવાડી વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા દોઢ મહિનાથી તેની પ્રેમિકા પોતાનું ઘર છોડીને વિજય સાથે રહેતી હતી. ગઇકાલે રાતે વિજય ઘરે આવ્યો હતો. તેણે પ્રેમિકાને કહ્યું કે, તું તારા પતિને છૂટાછેડા આપી દે. તે મુદ્દે બંને વચ્ચે તકરાર થતા વિજયે ચાકૂથી હુમલો કરવાનો પ્રયાસ કરતા પ્રેમિકા ઘર છોડીને જતી રહી હતી. આખી રાત તળાવ પાસે વીતાવી સવારે તે ઘરે આવી ત્યારે વિજયે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.