બોટાદમાં રત્નકલાકાર યુવાનના કોમ્પ.ના પાંચમા માળેથી પડતું મુકી આપઘાત
- સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા
- યુવાન હીરાના કારખાનામાં એસોટીંગનું કામ કરતો હતો, આત્મહત્યાનું કારણ અકબંધ : પોલીસ તપાસ શરૂ
બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હાલ હીરાઉદ્યોગમાં ઘોરી મંદીનું મોજું ફરી વળ્યું છે. દિવાળી બાદ કેટલાંક સ્થલોએ કારખાના પુનઃ શરૂ થયા જ નથી તેવામાં આજે બોટાદમાં એક અજીબો ગરીબ બનાવ બન્યો હતો. બનાવ અંગે વિગતો આપતાં પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બોટાદના કનીવાડ ગામે રહેતા અને હીરાના કારખાનામાં એસોટીંગનું કામ કરતા ૪૦ વર્ષીય યુવાન રસિકભાઈ વલ્લભભાઈ કાલીયાએ બોટાદના મહાજનવાડીમાં આવેલ આશીર્વાદ કોમ્પલેક્ષના પાંચમા માળની અગશીમાંથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ધટનાની દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.જો કે, યુવાનની આત્મહત્યાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.