કાલાવડ નજીક બાઈક પલટી ખાઈ જતા બાઈકચાલક રાજકોટના યુવાનનું મૃત્યુ
Jamnagar Accident : કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર સનાળા ગામના પાટીયા પાસે એક બાઈક આગળ જઈ રહેલા બાઈક સાથે ટકરાઈને એકાએક પલટી મારી ગયું હતું, જે અકસ્માતમાં બાઈકના ચાલક રાજકોટના યુવાનનું હેમરેજ સહિતની ગંભીર ઇજા થયા પછી લાંબી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં રહેતો રાજેશ ઉકાભાઇ સોલંકી નામનો 42 વર્ષનો યુવાન 17/10/2024 ના રોજ પોતાનું બાઈક લઈને કાલાવડ હાઈવે રોડ પર થી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સનાણા ગામના પાટિયા પાસે તેનું બાઈક આગળ જઈ રહ્યા અન્ય એક બાઈક સાથે ટકરાઈ ગયા પછી પલટી મારી ગયું હતું. જે અકસ્માતમાં તેને હેમરાજ સહિતની ઈજા થઈ હતી, અને જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક રાજેશભાઈ સોલંકીના સંબંધી ફોગાભાઈ મેઘાભાઈ પાથરે પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.