Get The App

આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનારી મહિલા ઝડપાઈ, આશા વર્કરની નોકરી મેળવવા ડોક્ટરને ફસાવ્યા

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનારી મહિલા ઝડપાઈ, આશા વર્કરની નોકરી મેળવવા ડોક્ટરને ફસાવ્યા 1 - image


Honey Trap Case in Anjar: અંજારના તાલુકાના આરોગ્ય અધિકારીને હની ટ્રેપ કરી, અશ્લીલ વીડિયો ઉતારી બ્લેક મેઈલ કરીને 30 લાખ રૂપિયા પડાવવા પ્રયાસ કરાયો હતો. આ મામલે મહિલા આરોપી નર્મદાની પોલીસે ધરપકડ કરી છે. નર્મદાએ આશા વર્કરની નોકરી મેળવવાના બહાને આરોગ્ય અધિકારી ડૉ. રાજીવ અંજારીયાને હની ટ્રેપ કરીને પોતાના ઘેર ચા પાણી માટે બોલાવ્યા હતા. અંજારીયા તેના ઘેર ગયાં ત્યારે ગુલામ મીરે તેમને મુઢ માર મારીને નર્મદા જોડે ઊભાં રખાવીને અશ્લીલ હાલતમાં વીડિયો ઉતાર્યો હતો. 

સાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, સવા મહિના પહેલાં વોટ્‌સ-એપ મેસેજ કરીને આશા વર્કર તરીકે નોકરી કરવા વિનંતી કરી હતી. આ પછી વોટ્‌સ-એપ મેસેજીસ કરીને ડો. રાજીવ સાથે સંબંધો ગાઢ બનાવ્યો હતો. પોતે અંતરજાળ ગામે માતા-પિતાના ઘરે હોવાનું અને ચા પીવા માટે આવવા આમંત્રણ આપ્યું હતું. અંજારથી દસેક કિલોમીટર દૂર અંતરજાળ ગામે મહિલાના ઘરે તાલુકા હેલ્થ ઓફિસર પહોંચ્યા હતા. ઘરમાં મહિલા એકલી હતી અને કપડાં ઉતારવા લાગી હતી.

આ પણ વાંચો: સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર CCTV કેમેરા જ નથી

આ સમયે જ મહિલાનો કહેવાતો પતિ આવ્યો હતો અને ડો. અંજારિયાનો શર્ટ ઉતરાવી વીડિયો ઉતારી લઈ લાફા પણ માર્યા હતા. 30 લાખ રૂપિયા માગવામાં આવતાં ડો. અંજારિયાએ ઓફિસે લઈ જઈને બેન્કમાંથી ઉપડાવી 50,000 આપ્યા હતા. બાકીના 30 લાખના છ ચેક આરોપી મહિલા નર્મદા દિનેશ વાળંદ અને તેના કહેવાતા પતિ દિનેશ ઉર્ફે ગુલામ હાજીએ પડાવી લીધાની ફરિયાદ આદિપુર પોલીસમાં નોંધાવાઈ હતી.

આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનારી મહિલા ઝડપાઈ, આશા વર્કરની નોકરી મેળવવા ડોક્ટરને ફસાવ્યા 2 - image


Google NewsGoogle News