Get The App

જ્વેલર્સ શોરૂમ પર ખરીદીના નામે નકલી દાગીના મૂકી અસલી ચોરી લેતી મહિલા પકડાઈ

Updated: Feb 3rd, 2025

GS TEAM


Google News
Google News
જ્વેલર્સ શોરૂમ પર ખરીદીના નામે નકલી દાગીના મૂકી અસલી ચોરી લેતી મહિલા પકડાઈ 1 - image


વડોદરાના જુદા જુદા વિસ્તારના જ્વેલર્સ શોરૂમમાં દાગીના ખરીદવાના નામે અસલી દાગીના ચોરી નકલી પધરાવી દેતી ઠગ મહિલાને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.      

વડોદરા ના કેટલાક જ્વેલર્સ શોરૂમમાં દાગીના ખરીદવા માટે આવતી મહિલા દ્વારા દાગીના જોયા બાદ અસલી દાગીના બદલીને નકલી દાગીના પરત આપી દેવાના બનાવો બનતા હોવાથી જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.  

ક્રાઈમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે આ બનાવો અંગે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ કર્યા બાદ વડોદરા નજીક કોયલી ગામના સાગર પ્લાઝામાં રહેતી પ્રવિણા ઉર્ફે ટીની મહેન્દ્રભાઈ સેનવા ને માંડવી સોની બજાર વિસ્તારમાંથી ઝડપી પાડી હતી.        

તપાસ દરમિયાન ઉપરોક્ત મહિલાએ મકરપુરા રોડ પર એક શો રૂમમાંથી સોનાની ચેન તેમજ ગેન્ડીગેટ રોડ અને વડસર રોડ પરના બે શોરૂમમાંથી ડાયમંડની બે વીટી ચોર્યાની વિગતો ખુલતા પોલીસે તમામ મુદ્દા માલ કબજે કર્યો હતો.      

મહિલાએ અગાઉ પણ વડોદરા અને ખેડામાં ચાર જગ્યાએ છેતરપિંડી કરી હોવાની પોલીસને માહિતી મળી છે. જેથી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Tags :