Get The App

ગાજરાવાડીમાં ચાઇનિઝ દોરીનું વેચાણ કરતી મહિલા ઝડપાઇ

કિશનવાડીમાં ચાઇનિઝ દોરી વેચતો આરોપી ઝડપાયો : કુલ ૧૯૫ રીલ કબજે

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
ગાજરાવાડીમાં ચાઇનિઝ દોરીનું વેચાણ કરતી મહિલા ઝડપાઇ 1 - image

 વડોદરા,ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જીવલેણ પુરવાર થતી ચાઇનિઝ દોરીનું વેચાણ કરતી મહિલા સહિત બે ને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે  ચાઇનિઝ દોરીની ૧૯૫ રીલ કબજે કરી છે.

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ગ્રાઉન્ડ પાસે ઝૂંપડુ બાંધીને રહેતા ક્રિષ્ણાબેન મહેશભાઇ નામની મહિલા ચાઇનિઝ દોરીની રીલ મંગાવીને ઘરમાં રાખી વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ક્રિષ્ણાબેન મળી આવ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ચાઇનિઝ દોરીની ૧૪૩ રીલ કિંમત રૃપિયા ૭૧,૫૦૦ ની કબજે કરી છે. જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ  પોલીસે કિશનવાડી ઝંડા ચોક, જય અંબે ફળિયામાં રહેતા ગણપત ઉર્ફે સુનિલ ને ચાઇનિઝ દોરીની ૫૨રીલ કિંમત રૃપિયા ૨૬ હજારની સાથે ઝડપી પાડયો હતો. આરોપીઓ ક્યાંથી અને કોની  પાસેથી રીલો લાવ્યા હતા ? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News