સુરતની એક મહિલાને રસ્તા પર અકસ્માત નડ્યો, સરકારના શિક્ષણ મંત્રીએ પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડી
Praful Pansheriya helps in Accident : રાજ્યના મંત્રીઓ આમ તો નેગિટવ કામગીરી માટે ચર્ચામાં આવે છે પરંતુ આજે રાજ્ય સરકારના એક મંત્રીએ સુરતના રોડ પર એક મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં જોતા પોતાની ગાડીમાં જ લઈ જઈને હોસ્પિટલ પહોંચાડી હતી. સરકારના શિક્ષણ મંત્રીની આ કામગીરી સોશિયલ મિડીયા સાથે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા આજે પોતાની ગાડીમાં સરકારી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે સુરતના વરાછા રીંગરોડ વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે એક મહિલાને અડફેટમાં લેતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. આ મહિલાને પ્રફુલ પાનસેરીયાએ જોઈ હતી તેને સારવારની તાત્કાલિક જરૂર હોય એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ પોતાની સરકારી ગાડીમાંથી સિક્યોરિટી ગાર્ડને ઉતારીને અકસ્માતનો ભોગ બનેલી મહિલાને વરાછા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં મહિલાને તાત્કાલિક સારવાર મળવાનું શરૂ થઈ ગયું હતું અને મહિલાની હાલત સુધારા પર છે.