જૂનાગઢની મહિલાએ પાચ માસની માસુમ પુત્રી સાથે વિલીગ્ડન ડેમમાં પડતુ મુકયુ
ફાયર વિભાગે મગરોની વચ્ચે શોધખોળ કરી પોલીસે માતા-પુત્રીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડયા, આપઘાતનુ કારણ અકબંધ
જૂનાગઢ, જૂનાગઢ ગિરનાર દરવાજા નજીક રહેતી મહિલાએ પોતાની માસુમ પુત્રી સાથે વિલીગ્ડન ડેમમા પડી આપઘાત કર્યો હતો. આ અગે ડેમ પર ફરવા આવનાર વ્યકિત દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામા આવતા ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા સ્થળ પર પહોચી તપાસ કરતા જે જગ્યા પર માતા-પુત્રીએ ઝપલાવ્યુ હતુ તે જગ્યા આસપાસ મગરો આટાફેરા કરતા હતા. છતા પણ ફાયરના સ્ટાફ દ્વારા જીવના જોખમે માતા-પુત્રીના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
બપોરના સમયે કોઈ સ્ત્રી અને પુરૂષ વિલીગ્ડન ડેમમા પડયા હોવાની સૌપ્રથમ જાણ ફાયરબ્રિગેડના ડ્રાઈવરને સ્થાનિક દ્વારા જાણ કરવામા આવી હતી. ફાયરબ્રિગેડના ડ્રાઈવરે તુરત જ પોતે બહાર હોવાથી ફાયર ઓફિસે જાણ કરી હતી. બાદમા ફાયર વિભાગનો સ્ટાફ વિલીગ્ડન ડેમે જઈ તપાસ કરતા ત્યા હાજર લોકોએ જણાવ્યુ હતુ કે, સ્ત્રી અને એક બાળક ડેમમા પડયા છે. જેમા પુરૂષ નહી, જેથી ફાયરબ્રિગેડનો સ્ટાફ મૃતદેહને શોધવા માટે ડેમમા છલાગ લગાવવાની તૈયાર કરતો હતો. પરતુ જે જગ્યા પર માતા અને પુત્રી ડુબી ગયા હતા તેની આસપાસ ત્રણ થી ચાર મગરો આટા મારતી હતી.
છતા પણ ફાયરબ્રિગેડના સ્ટાફે હિમતભેર 30 ફુટ ઉડા પાણીમા તપાસ કરતા સૌપ્રથમ માતા અને બાદમા પાચ માસની પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહની ઓળખ માટેની તજવીજ હાથ ધરી જેમા ગિરનાર દરવાજા વિસ્તારમા છગનમામાની સોસાયટીમા રહેતા સોનલબેન મોહિતભાઈ કોડીયાતર (ઉ.વ. 28) અને તેમની પાચ માસની પુત્રી આધ્યાબેન હોવાનુ ખુલ્યુ હતુ. માતા-પુત્રીના મૃતદેહને પોલીસ દ્વારા પીએમ અર્થે સિવીલ હોસ્પિટલમા મોકલી આપવામા આવ્યા છે.
માતાએ પોતાની વ્હાલીસોઈ પુત્રી સાથે આપઘાત કર્યો હોવાનુ પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન કરવામા આવી રહ્યુ છે. આપઘાત કરવા અગેનુ કારણ હજુ સામે આવ્યુ નથી. પોલીસે આપઘાતના કારણને લઈ વધુ તપાસ હાથ ધરી છે. આમ, માતા-પુત્રીના શકાસ્પદ આપઘાતની ઘટનાને લઈ અરેરાટી મચી ગઈ છે.