Get The App

ત્રણ વખત કસુવાવડ થઈ જતા ચિંતામાં પરિણીતાએ જીવ દીધો

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
ત્રણ વખત કસુવાવડ થઈ જતા ચિંતામાં પરિણીતાએ જીવ દીધો 1 - image


બાબરાના કોટડાપીઠા ગામે કૂવામાં ઝંપલાવ્યું

વડિયાના સુરગપરા વિસ્તારમાં રહેણાકમાં ઝેરી જનાવર કરડી જતાં વૃધ્ધનું મૃત્યુ

અમરેલી : બાબરા તાલુકાના કોટડાપીઠા ગામની પરિણીતાને ત્રણ વખત મિસકરેજ થઈ જવાનેકારણે ચિંતામાં કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. વડિયા શહેરના સુરગપરા વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય વૃધ્ધને ઝેરી જાનવર કરડી જતા સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

બાબરાતાલુકાના કોટડાપીઠા ગામની હેતલબેન કલ્પેશભાઈ ડોરિયા (ઉ.વ.૩૩) ના લગ્ન વર્ષ ૨૦૧૩માં તયા હતાં. અને તેને એક દીકરો છે અને તેમને દીકરી જોઈતી હોવાથી ત્રણ વખત ગર્ભવતી થવા છતાં કસુવાવડ થઈ જવાને કારણે છેલ્લા ઘણા સમયથી ચિંતામાં રહેતા હતાં અને ચિંતામાંજ પાણીના ભરેલ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. આ બનાવને લઈને બાબરા પોલીસ મથક ખાતે લખમણભાી પરસોતમભાઈ ડોબરિયાએ જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

વડીયા શહેરના સુરગપરા વિસ્તારમાં રહેતા માધુભાઈ  કાળાભાી ડાભી નાના ૬૧ વર્ષીય વૃધ્ધને ગત રાત્રિના કોઈ પણ સમયે ઝેરી જીવજંતુ પગના ભાગે કરડી જતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું.


Google NewsGoogle News