Get The App

વડોદરાના ગેડી ગેટ દરવાજા પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું : પાણીનો વેડફાટ

Updated: Feb 7th, 2025


Google News
Google News
વડોદરાના ગેડી ગેટ દરવાજા પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું : પાણીનો વેડફાટ 1 - image


Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલ ગેડી ગેટ દરવાજા પાસે આજે સવારે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીની રેલમછેલ બાદ આ મામલે જાગૃત નાગરિકો દ્વારા કોર્પોરેશનના તંત્રને ફરિયાદ કરવામાં આવતા અહીં દોડી આવેલા અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે લિકેજ પુરવાની કામગીરી કરવી પડી હતી. જાણવા મળ્યા મુજબ, કોર્પોરેશને એક ખાનગી કંપનીને અહીં ખોદકામનું કામ સોંપ્યું હતું. જે બાદ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.


Tags :
VadodaraVadodara-CorporationGedi-GateWater-Line-Broke

Google News
Google News