સિવિલની ઓપીડીમાં મહિલા અને પુરુષ કર્મચારી વચ્ચેના પ્રેમલીલાનો વિડીયો વાયરલ
- અગાઉ ઓ.પી.ડી નં.૧૦માં પુરુષ અને મહિલા કર્મચારી બિભત્સ હરકત કરતા પકડાયા હતા :બપોરના સમયે આવી પ્રવૃત્તિ થાય છે
સુરત,:
દક્ષિણ
ગુજરાતની વિશાળ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અવાર નવાર અમુક મહિલા અને પુરુષ કર્મચારી
રંગરેલીયા મનાવતા ઝડપાતા હોય છે. જોકે સિવિલ અને કેમ્પસ રંગરેલીયા મનાવવાનું સ્થળે
બની ગયુ હોય એવું લાગી રહ્યું છે,
જોકે સિવિલમાં ઓ.પી.ડી નં-૧૦માં પુરુષ અને મહિલા કર્માચરીઓ
પ્રેમલીલા કરતા હોવાનું એક વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ઝાડી ઝાંખરા કે જર્જરિત જેવા કેટલાક ક્વાર્ટર્સ કે ઓપીડી કે વિભાગ બંધ સમયમાં તથા મોડી રાત દરમિયાન કર્મચારી કે બહારના પ્રેમી પંખીડાઓ રંગરેલીયા મનાવતા તથા આપત્તિજનક સ્થિતિ કે કઢંગી હાલતમાં મળી આવતા હોય છે. જોકે આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે પણ હાલમાં આ ઘટના બની રહી છે કે, નવી સિવિલમાં ઓ.પી.ડી નં-૧૦માં કામગીરી બપોરના બંધ થયા પછી જે તે કર્માચરીઓ ભોજન કરવા બહાર જાય, તો અમુક કર્મચારીઓ ઓ.પી.ડીમાં ભોજન કરતા હોય છે. પણ ઓ.પી.ડીમાં એક રૃમમાં પુરુષ અને મહિલા કર્મચારીઓ એકંતમાં બેસીને પોતાની પ્રેમાલાપ કરે, એમુક વખત બિભત્સ હરકતો પણ કરતા હોવાનું કર્મચારીઓમાં ચર્ચાઇ રહ્યુ છે. જોકે હાલમાં પુરુષ અને મહિલા કર્મચારીને ઓ.પી.ડીમાં એક રૃમમાં બેસીને પ્રેમલીલાનો વિડીયો વાયરલ થયો હોવાથી સિવિલ ખાતે ચર્ચાનો વિષય બન્યો છે.
નોધનીય છે કે, દોઢ -બે માસ પહેલા સિવિલની ઓપીડી નં-૧૦માં મહિલા અને પુરુષ કર્માચારી બિભત્સ હરકતો કરતા એક કર્માચરી જોઇ ગયો હતો. બાદમાં વિવાદ થતા તે પુરુષ કર્માચારીને કિડની બિલ્ડીંગમાં બદલી કરી છે અને મહિલાની ઓ.પી.ડી ૧૦માં ફરજે છે. જયારે બંનેને જે કર્મચારી જોઇ ગયો તે કર્માચરીને અન્ય જગ્યાએ બદલી કરી છે. જયારે ઓ.પી.ડી સમય પૂર્ણ થાય પછી કિડની બિલ્ડીંગ માંથી પુરુષ કર્મચારી ઓ.પી.ડી નં-૧૦માં તે મહિલા કર્મચારી પાસે આવે છે અને ત્યાં એક રૃમમાં બંને બેસીને પ્રેમલીલા કરતા હોવાનું ત્યાં કર્માચરીમાં ચર્ચાઇ રહ્યુ છે. જયારે સિવિલ તંત્ર દ્રારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. જેના લીધે પુરુષ અને મહિલા સુધરવાનું નામ લેતા નથી અને તેઓ બપોરના સમયે તેઓ કોઇથી ગભરાતા નહી હોવાથી ઓ.પી.ડીમાં જઇને એક રૃમમાં જઇને બિદાસ્ત બસતા હોવાનું સુત્રોમાં ચર્ચાઇ રહ્યુ છે.