Get The App

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ

Updated: Mar 29th, 2025


Google News
Google News
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ 1 - image


Vadodara Liquor Smuggling : કરજણ તાલુકામાંથી પસાર થતાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થતી એક આઇસર ગાડીને રોકી જિલ્લા એલસીબીએ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

કરજણ તાલુકાના સાપા ગામની સીમમાંથી પસાર થતા ભારત માલા હાઇવે ઉપર મુબઇથી-દીલ્હી જતા ટ્રેક ઉપર કર્ણાટક પાસિંગની એક બંધબોડી આઇસર ગાડીને રોકી તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળ્યો હતો.

પોલીસે દારૂની પેટી નંગ-531 જેમા કુલ બોટલ નંગ 20,088- કિ.રૂ.22 લાખ તથા મોબાઇલ અને આઇસર ગાડી મળી કુલ રૂપિયા 32.07 લાખના મુદ્દામાલ સાથે અશોકકુમાર ભગવાનારામજી ખીલેરી (બિશ્નોઇ) રહે. ધોરીમના અજાણીયોકી ઢાણી તા. ધોરીમના જી.બાડમેર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો ભરેલ આઇસરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ક્રિષ્ણાભાઇ રહે. કર્ણાટક હુબલી હતો તેમજ કયાં અને કયા રસ્તે જવાનું છે તે જણાવનાર મનોહરલાલ નામનો માણસનું નામ ખુલ્યું હતું. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Tags :