જામનગરમાં કાલાવાડ નાકા બહાર એક શાકભાજીનો વેપારી દારૂ સાથે પકડાયો
Jamnagar Liquor Crime : જામનગરમાં કાલાવાડ નાકા બહાર એક શાકભાજીનો વેપારી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે પોલીસે પકડી પાડ્યો છે, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.
જામનગરમાં કાલાવડનાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે રહેતો અને શાકભાજીનો વેપાર કરતો સાગર દયાળજીભાઈ નકુમ, કે જે ગઈકાલે કાલાવડ નાકા બહાર અમન સોસાયટી પાસેથી ઇંગ્લિશ દારૂ લઈને પસાર થઈ રહ્યો હોવાની બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે તેને ઝડપી લીધો હતો.
પોલીસે તેના કબજામાંથી પાંચ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, અને તેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે.