ગુજરાતી વિદ્યાર્થી અંગ્રેજીમાં પાછા ન પડે તે માટે અનોખો ઇંગ્લીશ ટેલેન્ટ શો યોજાયો

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ગુજરાતી વિદ્યાર્થી અંગ્રેજીમાં પાછા ન પડે તે માટે અનોખો ઇંગ્લીશ ટેલેન્ટ શો યોજાયો 1 - image



- વિદ્યાર્થીઓએ નાટક, ડાન્સ, કન્વર્સેશન, રોલપ્લે, સ્ટોરી ટેલીંગ, ગીતો અંગ્રેજીમાં પ્રસ્તુત કર્યા

           સુરત

ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અંગ્રેજીમાં પાછળ ના પડે તે માટે એક ઇંગ્લીશ ટેલેન્ટ શો યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ નાટક, ડાન્સ, કન્વર્ઝેશન, રોલ, પ્લે, સ્ટોરી ટેલીંગ તથા વિવિધ ગીતો દ્વારા અંગ્રેજીમાં પોતાની પ્રસ્તૃતી કરી હતી.

આજે દરેક વાલીને પોતાના બાળકને અંગ્રેજીમાં જ ભણાવવુ છે. આથી ગુજરાતી માધ્યમના વર્ગો ઓછા થઇ રહ્યા છે. વિદ્યાર્થીઓની રૃચી માતૃભાષા તરફ રહે અને સાથે સાથે અંગ્રેજીમાં પણ વિદ્યાર્થીઓ પાવરધા બને તે માટે કેટલીક ગુજરાતી માધ્યમની સ્કુલો પ્રયાસ કરી રહી છે. આવી જ એક સ્કુલ રાંદેરની ગુરૃકુપા દ્વારા એક ઇંગ્લીંશ ટેલેન્ટ શો યોજયો હતો. જેનો મુખ્ય હેતુ બાળકોને અંગ્રેજી ભાષા નો ડર દૂર થાય અને બાળકો અભ્યાસમાં પાછળ ના પડે તે હતો. આ સ્કુલના અંગ્રેજી વિષય વિષે વધુ અસરકારતા લાવવા તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષયનો શબ્દભંડોળ વધારવા, લિસંનીગ, રાઇટીંગ અને સ્પીકીંગ જેવા કૌશલ્યોના વિકાસ માટે ઇંગ્લીશ ટેલેન્ટ શો નું આયોજન કરાયુ હતુ. જેમાં ૬૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ નાટક, ડાન્સ, કન્વર્ઝેશન, રોલ, પ્લે, સ્ટોરી, ટેલીંગ તથા વિવિધ ગીતો દ્વારા અંગ્રેજીમાં પોતાની પ્રસ્તૃતી કરી હતી. ઘણા વિદ્યાર્થીઓએ પ્રોજેકટ, મોડલ પણ અંગ્રેજીમાં પ્રદર્શિત કર્યા હતા. 


Google NewsGoogle News