પાયલોટિંગ કરતી કાર સાથે 4.74 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
- તારાપુર- વટામણ હાઈવે પરથી
- દારૂ સોમનાથ તરફ લઈ જવાતો હતો : 14.32 લાખના મુદ્દામાલ સાથે 4 શખ્સોની અટકાયત
તારાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી. ત્યારે તારાપુર વટામણ હાઇવે રોડ મોમાઇ હોટલના ખુલ્લા મેદાન નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થતી હતી. ટ્રકનું પાઈલોટિંગ ગાડી કરતી હતી. ત્યારે પોલીસે ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકમાંથી રૂા. ૪.૭૪ લાખના દારૂની ૧૧૮ પેટીમાં દારૂની ૪,૩૦૮ બોટલોનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ગાડી, ટ્રક, મોબાઈલ મળીને કુલ રૂા. ૧૪.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજનભાઈ કરગટિયાએ દારૂ ભરેલી ટ્રક તલાસળી મહારાષ્ટ્રથી દારૂ ભરાવી ચાલક- સોહિલ જોધપરા તથા ક્લિનર ડેવિડ ઉર્ફે ડેનિસ વામજાને આપી હતી. રાજન કરગટિયા અને હાર્દીક વૈયાટા ટ્રકની આગળ ગાડીમાં પાઈલોટિંગ કરી વગર પાસ પરમિટે દારૂ લઈ જતા હતા.
દારૂનો જથ્થો રોહિતભાઈ રહે. સોમનાથ વેળાવરવાળાને તથા અન્યોને આપવાનો હતો. જેથી પોલીસે ઝડપાયેલા ચાર શખ્સો અને નહી પકડાયેલા રોહીત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.