Get The App

વડોદરામાં સુભાનપુરા રોડ પર ઈ-સિગારેટનું વેચાણ કરનાર વેપારીની અટકાયત

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
વડોદરામાં સુભાનપુરા રોડ પર ઈ-સિગારેટનું વેચાણ કરનાર વેપારીની અટકાયત 1 - image


Vadodara : વડોદરા શહેરના સુભાનપુરા રોડ પર આવેલી દુકાનમાં રેડ કરીને એસઓજીએ પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરનાર વેપારીની અટકાયત કરી હતી.

 વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સુભાનપુરા રોડ ઉપર 9 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગની કામગીરીમાં હતી. તે દરમિયાન ફરતા ફરતા કલાક સુભાનપુરા રોડ, ગોલ્ડન સિલ્વ૨ એપાર્ટમેન્ટ પાસે આવતા તેમને બાતમી મળી હતી કે સુભાનપુરા રોડ, ગોલ્ડન સિલ્વર એપાર્ટમેન્ટ સામે આવેલા પુજર કોમ્પલેક્ષમાં સેમી બેઝમેન્ટમાં આવેલી દુકાનમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ તથા લીકવીડ નીકોટીનવાળો જથ્થો બહારથી મંગાવી પોતાની દુકાનમાં રાખી ગ્રાહકોને ઈ સીગારેટના સ્વરૂપમાં ગેરકાયદેસર રીત વેચાણ કરી રહયો છે. જેના એસઓજીની ટીમે બાતમી મુજબની જગ્યાએ રેઇડ કરી હતી. ત્યારે દુકાનમાં તપાસ કરતા કુણાલ સુનીલભાઈ ઠાકોર (રહે. રાધાકપણ પાર્ક, અકોટા ગાર્ડન પાસે, અકોટા) હાજર મળી આવ્યો હતો. તેને સાથે રાખી દુકાનમાં તપાસ કરતા ઈ-સીગારેટ નંગ-3 અલગ-અલગ બ્રાન્ડની મળી આવી હતી. એસઓજીએ 3 હજારની ઈ-સિગારેટ કબજે કરવા સાથે વેપારીને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News