પાદરા તાલુકાના વડુ ગામેથી ચાઈનીઝ દોરી વેચતો વેપારી પકડાયો
Vadodara : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામના મસ્જિદવાળા ફળિયામાં 38 વર્ષના જાવેદ જુસબ મેમણ વેપાર કરે છે. પતંગ પર્વ નજીક હોવાથી ટીમ્બીપુરા ગામ જવાના તળાવ પાસે ખુલ્લી જગ્યામાં ચાઈનીઝ દોરીનો વેપલો શરૂ કર્યો હતો. પોલીસે ચાર રીલ અને બે ખાલી ખોખા મળી મુદ્દામાલ કબજે લીધો હતો.