જામનગરમાંથી મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતો વેપારી પકડાયો
Jamnagar Cricket Betting : જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે આણદાબાવા વિસ્તારમાંથી એક વેપારીને પોતાના મોબાઈલ ફોનની આઈડીમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે, અને મોબાઈલ સહિતનો સામાન કબજે કર્યો છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના ડી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના આંણદાબાવા ચકલા વિસ્તારમાં રહેતો એક વેપારી નિરવ વિજય શાહ કે જે પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટો રમી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે રાતે પોલીસે દરોડો પાડી નીરવ શાહને ઝડપી લીધો છે, અને તેની પાસેથી મોબાઇલ ફોન તથા રૂપિયા 1500 ની રોકડ રકમ સહિતનો સામાન કબજે કર્યો છે.