ઈડરમાં ચાલક વગર 25 મિનિટ સુધી દોડતું રહ્યું ટ્રેક્ટર, કારણ જાણી ચોકી જશો
ચાલક ટ્રેક્ટર પરથી નીચે પડ્યો અને ટ્રેક્ટર સતત 25 મિનિટ દોડતુ રહ્યું
સ્થાનિક વ્યક્તિએ હિંમત કરી ટ્રેક્ટર પર ચડી બંઘ કર્યુ
ઈડર, તા. 9 ફેબ્રુઆરી 2023, ગુરુવાર
સાબરકાંઠાના ઈડર તાલુકાના ચોરાવાડ ગામની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ચાલક વગર ખેતરમાં ટ્રેક્ટર દોડતું દેખાઈ રહ્યુ છે. જેનો વિડીયો સોશિયલ મીડીયા પર વાઈરલ થયો છે. આ ઘટનાની વાત એમ છે કે ગત તા. 7 ફેબ્રુઆરીના રોજ એક ખેડુત ખેતી કરવા માટે તેના ટ્રેક્ટર લઈને જઈ રહ્યો હોય છે અને તે અચાનક ચાલુ ટ્રેક્ટરે નીચે પડી ગયો હતો. અને ટ્રેક્ટર તેની ગતીમાં ચાલી રહ્યુ હતું અને એ બાદ ટ્રેક્ટર ખેતરના ઊભેલા કેપ્સીકમના મરચાના પાક પર ફરી વળ્યુ હતું.
ચાલક ટ્રેક્ટર પરથી નીચે પડ્યો અને ટ્રેક્ટર સતત 25 મિનિટ દોડતુ રહ્યું
ટ્રેક્ટરનો ચાલક કઈ રીતે નીચે પડી ગયો તેની કોઈ જાણકારી મળી નથી, પરંતુ ટ્રેક્ટર પરથી ચાલક રોડ પડી ગયા પછી ટ્રેક્ટર કેપ્સીકમના મરચાનાં ખેતરમાં ફરી વળ્યુ હતું. નવાઈની વાત તો એ છે આ ટ્રેક્ટર સતત 25 મિનિટ સુધી કેપ્સીકમના મરચાના ખેતરમાં ઊભેલા પાક પર દોડતુ રહ્યું હતું અને કેપ્સીકમના પાકને મોટુ નુકસાન થયુ હતું. જેમાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી બાદમાં સોશિયલ મીડીયામાં વાઈરલ કરી હતી.
સ્થાનિક વ્યક્તિએ પોતાની સુઝથી ટ્રેક્ટર પર ચડી બંઘ કર્યુ
સતત 25 મીનીટ સુધી ટ્રેક્ટર કેપ્સીકમના મરચાના પાક પર દોડતુ રહ્યુ હતુ. જે બાદ ગામના સ્થાનિક એક વ્યક્તિએ પોતાની સુઝથી ટ્રેક્ટર પર ચડી બંધ કરી હતી. અને પછી ખેતરના માલિકને જાણ કરી હતી.