માણસા નગરપાલિકાની ૨૮ બેઠકોની ચૂંટણીમાં કુલ ૬૪ ટકા મતદાન નોંધાયું
૧૮મીએ મતગણતરી હાથ ધરાશે
૧૩ સંવેદનશીલ સહિત કુલ ૩૫ મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન
માણસા : માણસા નગરપાલિકાના ૭ વોર્ડ ની ૨૮ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું જેમાં ૩૫ મતદાન કેન્દ્રો ઉપર શહેરના ૨૭૦૨૦ મતદારો પૈકી ૧૭૨૮૫ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ૬૪ ટકા જેટલું મતદાન કરી વોર્ડના ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ કર્યું છે આજે સમગ્ર દિવસ દરમિયાન એક મતદાન કેન્દ્ર પર થોડા સમય માટે ઇવીએમ ખોટવાયુ હતું તે સિવાય તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું.
માણસા નગરપાલિકાની સાત વોર્ડના ૨૮ બેઠક માટે આજે યોજાયેલા
મતદાનમાં કુલ ૨૭૦૨૦ મતદારો પૈકી ૧૭૨૮૫ મતદારોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી ૬૪
ટકા જેટલું મતદાન કરી પોતાના ઉમેદવારનું ભાવી મત પેટીમાં સીલ કર્યું છે પાલિકાના
સાત વોર્ડની ૨૮ બેઠક માટે ૩૫ મતદાન મથક પર મતદાન યોજાયું હતું આ પૈકી ૧૩ સંવેદનશીલ
મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મતદાન આજે વહેલી સવારે
સાત વાગ્યાથી શરૃ થયું ત્યારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો શહેરના કુલ
સાત વોર્ડમાં વોર્ડ નંબર એકના કુલ ૩૯૯૮ પૈકી ૨૬૭૪ મતદારોએ વોટિંગ કર્યું હતું.
વોર્ડ નંબર ૨ ના ૩૮૭૫ મતદારો પૈકી ૨૮૫૨
મતદારોએ વોટીંગ કર્યું હતું વોર્ડ નંબર ત્રણના ૩,૭૦૩ મતદારો પૈકી
૨૩૪૧ નાગરિકોએ મતદાન કર્યું હતું વોર્ડ નંબર ચારના ૪,૦૭૬ કુલ મતદારો
પૈકી ૨૬૩૯ મતદારોએ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર ૫ ના ૩,૭૪૯ મતદારો પૈકી
૨૧૫૬ મતદારોએ વોટિંગ કર્યું હતું. વોર્ડ
નંબર છ ના ૩૯૧૧ મતદારો પૈકી ૨૦૩૪ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો તો
વોર્ડ નંબર સાત ના કુલ ૩૭૦૮ મતદારો પૈકી ૨૫૫૯ મતદારોએ મતદાન કર્યું હતું જે સમગ્ર
રીતે જોતા ગત ચૂંટણીમાં ૭૫ ટકા જેટલું વોટિંગ થયું હતું જેની સામે આ વખતે કુલ સાત
વોર્ડના ૨૭૦૨૦ મતદારો પૈકી ૧૭૨૮૫ મતદારોએ ૬૪
ટકા જેટલું કુલ વોટિંગ કરી તમામ વોર્ડના ઉમેદવારોનું ભાવિ મશીનમાં સીલ કર્યું છે
જેની મતગણતરી ૧૮ તારીખે થશે.