Get The App

સરસાણા કન્વેન્શન સેન્ટરમાં તા.23થી ત્રણ દિવસીય વીવનીટ એક્ઝિબિશન

Updated: Jul 11th, 2022


Google NewsGoogle News
સરસાણા કન્વેન્શન સેન્ટરમાં તા.23થી ત્રણ દિવસીય વીવનીટ એક્ઝિબિશન 1 - image


-કન્વેન્શન સેન્ટરમાં 1.16 લાખ સ્કવેર ફુટ એરિયામાં એકઝીબીશન યોજાયું છે, સરકારની સબસિડીનો લાભ મળશે

સુરત

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે તા. 23થી 25 જુલાઇ દરમ્યાન સરસાણા સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં વિવનીટ એકઝીબીશન-2022નું આયોજન કર્યું છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી કરશે.

સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ પ્રદર્શનની થીમ રહેશે, જેમાં લોટસ સ્ટેમમાંથી બનેલું ફેબ્રિક અને લેપેટ ફેબ્રિક આકર્ષણનું કેન્દ્ર હશે, પ્રદર્શનમાં 150 જેટલા એકઝીબીટર્સ ભાગ લેશે, એમ ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ કહ્યું હતું.

સરસાણાના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં 1.16 લાખ સ્કવેર ફુટ એરિયામાં યોજાનાર એકઝીબીશનમાં 150 જેટલા એકઝીબીટર્સ ભાગ લેશે, એમ ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું હતું.

વિવનીટ એકઝીબીશનના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલે જણાવ્યું કે, દેશભરની મુખ્ય કાપડની મંડીઓ ઇન્દોર, કટક, જયપુર, પૂણે, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનમાં ભાગ લેનારા એમએસએમઇ ઉદ્યોગકારોને ગુજરાત સરકારની સબસિડીનો લાભ મળશે.

 


Google NewsGoogle News