મોડાસામાં ગ્રાહકે આપેલી રૂ. 200ની નોટ સ્વીકારતા જ વેપારી બેભાન, ગઠીયો દુકાનમાંથી રોકડ ચોરી ફરાર
Modasa News : રાજ્યમાં ચોરી, લૂંટ સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં ખમણના વેપારીને સાથે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગ્રાહકે આપેલી રૂ.200ની નોટ સ્વીકારતાની સાથે જ વેપારી બેભાન થઈ ગયો હતો. એટલીવારમાં ગઠિયો દુકાનમાં રહેલી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મામલે વેપારીએ પોલીસમાં જાણ કરી હતી. ઘટનાને લઈને મોડાસા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રૂ.200ની નોટ સ્વીકારતાની વેપારી બેભાન
મળતી માહિતી મુજબ, મોડાસામાં ખમણના વેપારી પાસે એક વ્યક્તિ કારમાં આવીને રૂ.200ની નોટ આપીને ખમણની માગ કરી હતી. જેમાં વેપારીએ નોટ સ્વીકારતા તે બેભાન થયો હતો. આ દરમિયાન કારમાં આવેલો શખ્સ દુકાનમાંથી 5 હાજર રોકડ લઈને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: ડીસામાં દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત, બે દીકરીનો આબાદ બચાવ
જો કે, 10 મિનિટ બાદ જ્યારે વેપારીને ભાન આવે છે, ત્યારે આરોપીએ દુકાનમાં રોકડ ચોરી કરી હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટના મામલે મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.