Get The App

વડોદરા નજીક જામ્બુઆ બ્રિજ પાસે શાકભાજી ભરેલો ટેમ્પો પલટી ખાતાં ટ્રાફિક જામ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
વડોદરા નજીક જામ્બુઆ બ્રિજ પાસે શાકભાજી ભરેલો ટેમ્પો પલટી ખાતાં ટ્રાફિક જામ 1 - image


Vadodara Accident : વડોદરા શહેર નજીકથી પસાર થતા હાઇવે પર સૌથી સાંકળા બ્રિજ એવા જાબુંઆ બ્રિજ નજીક એક શાકભાજી ભરેલો ટેમ્પો પલ્ટી ખાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે અકસ્માતમાં કોઈ ઇજા થવા પામી ન હતી. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને ક્રેઇન મારફતે રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

 વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે 48 પર જાબુંઆ બ્રિજ અને દેણા ચોકડી નજીક વિશ્વામિત્રી બ્રિજ સાંકળો હોવાને કારણે બ્રિજ નજીક જો અકસ્માત સર્જાય તો કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે. વડોદરા શહેર જીલ્લાના આવા 4 જેટલા સાંકળા બ્રિજને પહોળા કરવા વારંવારની રજૂઆતો થઈ હોવા છતાંય કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. 

આજે સવારના સુમારે એક શાકભાજી ભરીને જઇ રહેલો આઇસર ટેમ્પો સ્ટેયરિંગ પરથી ગુમાવતા સ્થળ પર જ પલ્ટી ખાઈ ગયો હતો.જેના કારણે એક તરફના માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સદનસીબે ટેમ્પો ચલાકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.જ્યારે પોલીસને જાણ થતા કપુરાઈ પોલીસના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચીને વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ સાથે ક્રેઇનની મદદથી પલ્ટી ગયેલા ટેમ્પોને ખસેડવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન એક તરફના માર્ગમાં વાહનોની લાંબી કતાર સર્જાઈ ગઈ હતી.


Google NewsGoogle News