પતંગનો દોરો કાઢવા જતા કરંટ લાગતા કિશોરનું મોત
આણંદના ધર્મજ ગામના કિશોરને સારવાર માટે સયાજીમાં લવાયો હતો
વડોદરા,આણંદ જિલ્લાના ધર્મજ ગામે રહેતો ૧૫ વર્ષનો કિશોર વીજ તારમાં ભરાયેલો પતંગનો દોરો કાઢવા જતા દાઝી ગયો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામે રહેતો ૧૫ વર્ષનો કિશન આજે સવારે ૧૧ વાગ્યે ઘરે પતંગ ચગાવતો હતો. પતંગનો દોરો ઇલેક્ટ્રિકના તારમાં ફસાઇ જતા તે દોરો કાઢવા ગયો હતો. તે દરમિયાન વીજ કરંટ લાગતા તે આખા શરીરે દાઝી ગયો હતો. તેને સારવાર માટે ધર્મજથી સયાજી હોસ્પિટલમાં લાવવામાં બેભાન અવસ્થામાં આવ્યો હતો. પરંતુ,ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે,ત્રણ દિવસ પહેલા વાઘોડિયા સોમાતળાવ રોડ પર સાંઇબાબા નગરમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવતા ઉષાબેન પ્રહલાદભાઇનો ૯ વર્ષનો પુત્ર રોનક ગઇ કાલે ફ્રુટની લારી લઇ નીકળેલા કુટુંબી સાથે નીકળ્યો હતો. પતંગ પકડવા જતા તે તળાવમાં પડી જતા તેનું મોત થયું હતું.