જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે એલસીબીની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે એલસીબીની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું 1 - image


જામનગર, તા. 9 નવેમ્બર 2023 ગુરૂવાર

જામનગર શહેરમાં આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખરીદી કરવા માટે આવનારા લોકો, વાહન ચાલકોને તકલીફ ના પડે ઉપરાંત ટ્રાફીક ન થાય તેની તકેદારી રાખવાના ભાગરૂપે, ઉપરાંત ખિસ્સા કાતરૂ  વગેરેને ધ્યાને લઈને તેમજ લોકોની સુરક્ષા ના ભાગરૂપે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

એલસીબીના પીઆઇ અને પીએસઆઇ તેમજ અન્ય સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું . જેમાં એલસીબીની કચેરીએથી પ્રારંભ લાલબંગલા સર્કલ, ટાઉનહોલ સર્કલ, બેડી ગેઇટ , રણજીત રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં એલસીબી ની ટીમેં પેટ્રોલિયમ હાથ ધર્યું હતું, અને તહેવારો દરમિયાન શહેરમાં લોકોને લોખંડી સુરક્ષા મળી રહે તેના ભાગરૂપે આ કવાયત હાથ ધરી હતી.


Google NewsGoogle News