Get The App

વડોદરામાં રેસકોર્સ નજીક પુરપાટ ધસી આવેલી કારે ત્રણ કાર અને બે ટુ-વ્હીલરોને અડફેટમાં લીધા

Updated: Mar 4th, 2025


Google News
Google News
વડોદરામાં રેસકોર્સ નજીક પુરપાટ ધસી આવેલી કારે ત્રણ કાર અને બે ટુ-વ્હીલરોને અડફેટમાં લીધા 1 - image


Vadodara Accident : વડોદરા શહેરમાં કુલ સ્પીડે વાહન હંકારતા ચાલકોની બેદરકારીને કારણે વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે આજે સવારે રેસકોર્સ વિસ્તારમાં આવો જ એક બનાવ બનતા પાંચથી છ વાહનોને નુકસાન થયું હતું. 

રેસકોર્સ ચકલી સર્કલ પાસે બ્રિજ ઉતરતી વખતે સિગ્નલ હોવાથી વાહનો રોકાયા હતા. તે દરમિયાન પૂર ઝડપે ધસી આવેલી લાલ રંગની કારે એક કારને પાછળથી અથાડી દેતાં એક પછી એક ત્રણ કાર ભટકાઈ હતી. 

આ સાથે બે થી ત્રણ સ્કૂટરોને પણ નુકસાન થયું હતું. જેમાં એક ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. બનાવને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબનો કર્યો હતો. આ અંગે પોલીસ એ કાર્યવાહી કરવાની પણ તજવીજ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ અકસ્માત કરનાર કાર પંચર થતા ચાલકે સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો.

Tags :
VadodaraAccidentRace-Course

Google News
Google News