Get The App

કચ્છમાં યોજાતા રણોત્સવ માટે દોડાવાશે ખાસ ટ્રેન, નોંધી લો ટ્રેનોના દિવસ અને સમય

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
કચ્છમાં યોજાતા રણોત્સવ માટે દોડાવાશે ખાસ ટ્રેન, નોંધી લો ટ્રેનોના દિવસ અને સમય 1 - image


Three Special Trains Will Run For Bhuj : ગુજરાતના કચ્છમાં આવેલા સફેદ રણ ખાતે વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત 11 નવેમ્બરથી થવાની છે. પ્રવાસીઓ 15 માર્ચ સુધી રણોત્સવનો આનંદ માણી શકશે. તેવામાં રણોત્સવને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા ભુજની ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.

આ પણ વાંચો : 11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો થશે પ્રારંભ, જાણો ટેન્ટ સિટીનું ભાડુ -ફરવાલાયક સ્થળોની યાદી

ભુજની ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડશે

પશ્ચિમ રેલવે દ્વારા વિન્ટર સ્પેશિટલ ટ્રેન દોડાવાશે. જેમાં કચ્છ-ભુજ ખાતે આવતી કાલે સોમવારથી શરૂ થતાં રણોત્સવને ધ્યાનમાં રાખીને ભુજની ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.  જેમાં બાન્દ્રા ટર્મિનસ, ભુજ, વલસાડ, ટ્રેન નંબર 09029-30ના બે ફેરા કરાશે, જ્યારે બાન્દ્રા ટર્મિનસ- ભુજ સુપરફાસ્ટ, ટ્રેન નંબર 09037-38ના છ ફેરા અને બાન્દ્રા ટર્મિનસ- ભુજ, ટ્રેન નંબર 09471-72ના બે ફેરા કરવામાં આવશે.



Google NewsGoogle News