Get The App

જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા નરાધમ પુત્રએ પોત પ્રકાશયું : બુઝુર્ગ પિતાનો પગ ભાંગી નાખ્યો

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા નરાધમ પુત્રએ પોત પ્રકાશયું : બુઝુર્ગ પિતાનો પગ ભાંગી નાખ્યો 1 - image


Jamnagar Crime : જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં એક નરાધમ પુત્રએ પોત પ્રકાશયું હતું, અને માતા સાથે જમવા બાબતે જીભાજોડી કરી રહેલા વૃદ્ધ પિતા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી દેતાં પગ ભાંગી નાખ્યો છે. અને પિતાને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યાં તેઓના પગનું ઓપરેશન કરાયું છે. પોલીસે નરાધમ પુત્રની અટકાયત કરી લઇ પોલીસ લોક-અપમાં બેસાડી દીધો છે.

 પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ખેતીવાડી, ઈન્દીરા કોલોની શેરી નં.1 ખાતે રહેતા જેરામદાસ શામળદાસ પરમાર નામના 76 વર્ષના વૃધ્ધ ઉપર તેના જ પુત્ર મનસુખે લોખંડના પાઈપ વડે હુમલો કરી ફ્રેકચરની ઈજા પહોંચાડતા તેઓએ સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

જેરામદાસ પરમારે તેઓના પત્ની પાસે જમવાનું માંગતા જેની ના પાડતા ગુસ્સે થયા હતા, આથી તેના પુત્ર મનસુખે તેઓ ઉપર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં પોલીસ દફતરે જાહેર થયું છે.

 આ બનાવ પછી પિતાને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તાત્કાલિક અસરથી તેઓના પગની સર્જરી કરવામાં આવી છે.

 આ બનાવની તપાસ ચલાવી રહેલા સીટી સી. ડિવિઝન પોલીસ તરત જ હરકતમાં આવી હતી અને હુમલો કરનાર પુત્રની અટકાયત કરી લઈ તેને પોલીસ લોકઅપમાં બેસાડી દીધો છે, તેમજ પિતાનું નિવેદન નોંધ્યું છે.


Google NewsGoogle News