નેવીમાં ફરજ બજાવતા ભાવનગરના જવાન વીરગતિ પામ્યા, આવતીકાલે રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
navy


Navy Soldier Martyr Of Bhavnagar : ગોવાના મડગામ ખાતે ભારતીય નેવીમાં ફરજ બજાવતા ભાવનગરના જવાન વીરગતી પામ્યા છે. છેલ્લા આઠ વર્ષથી નેવીમાં ટેકનિકલ સ્ટાફમાં ફરજ બજાવતા જવાન સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત સર્જાતા વીરગતિ પામ્યા છે. ત્રણ દિવસ પૂર્વે પરિવારના સભ્યો સાથે વાત કરી હતી, પરંતુ દીકરાના વીરગતિ થયા હોવાની જાણ થતા પરિવારને ભારે શોક માહોલ છે. છેલ્લે બકરી ઈદની રજામાં ઘરે આવ્યા હતા. જવાન પાર્થિવદેહને ગોવાથી આજે (31 જુલાઈ) રાત્રે હવાઈ માર્ગે અમદાવાદ લાગ્યા બાદ રોડ માર્ગે ભાવનગર લઈ જવામાં આવશે. 

સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત થતા ભાવનગરના જવાન વીરગતી પામ્યા

ગોવાના મડગામ ખાતે ભારતીય નેવીમાં ફરજ બજાવતા ભાવનગરના જવાન વીરગતી પામ્યા છે. ભાવનગરના બાનુબેનની વાડી વિસ્તારમાં રહેતા ઉસ્માનભાઈ અહેસાનભાઈ અન્સારી (ઉ. વ. 28)નું ગોવાના મડગામ ખાતે છેલ્લા આઠ વર્ષથી પોસ્ટિંગ હતું. મળતી વિગતો પ્રમાણે, ગઈકાલે બપોરના ત્રણ કલાકના અરસામાં સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત થતાં તેઓ વીરગતિ પામ્યા છે. દીકરાના વીરગતિ થયા હોવાની જાણ થતા પરિવાર હિબકી ઉઠ્યો હતો  

રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

પાર્થિવદેહને ગોવાથી આજે (31 જુલાઈ) રાત્રે હવાઈ માર્ગે અમદાવાદ લાગ્યા બાદ રોડ માર્ગે ભાવનગર લઈ જવામાં આવશે. આ પછી આવતીકાલે સવારે 10:00 કલાકે રાજકીય સન્માન સાથે જવાનની દફનવિધિ કરવામાં આવશે. પરિવારે જણાવ્યું હતું કે, 'ઉસ્માનભાઈ NCC સાથે જોડાયેલા હતા અને છેલ્લા આઠ વર્ષથી નેવીમાં ટેકનિકલ સ્ટાફમાં ફરજ બજાવતા હતા. એક વર્ષ પહેલા જ તેમના લગ્ન કરવામાં આવ્યાં હતા. જ્યારે છેલ્લે બકરી ઈદની રજામાં તે ઘરે આવ્યા હતા. આ ઉપરાંત, ત્રણ દિવસ અગાઉ માતા અને પરિવારના અન્ય સભ્ય સાથે ફોનમાં વાત પણ થઈ હતી.'

નેવીમાં ફરજ બજાવતા ભાવનગરના જવાન વીરગતિ પામ્યા, આવતીકાલે રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર 2 - image


Google NewsGoogle News