Get The App

મેદરા કેનાલ પાસે મોપેડ પર દારૃની હેરાફેરી કરતો ખેપીઓ પકડાયો

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
મેદરા કેનાલ પાસે મોપેડ પર દારૃની હેરાફેરી કરતો ખેપીઓ પકડાયો 1 - image


ગાંધીનગર શહેર નજીક તાલુકાના

પોલીસે ૪૭ હજારનો મુદ્દામાલ કબજે કરીને દારૃ ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા તપાસ આદરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક મેદરા નર્મદા કેનાલ પાસે ડભોડા પોલીસે બાતમીના આધારે મોપેડ ઉપર દેશી દારૃની હેરાફેરી કરતા અમદાવાદના ખેપીયાને ઝડપી લીધો હતો. જેની પાસેથી દેશી દારૃનો જથ્થો અને મોપેડ મળીને ૪૭ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દારૃ ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા તપાસ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં વિદેશી દારૃની સાથે દેશી દારૃની હેરાફેરી પણ વધી રહી છે. આ સ્થિતિમાં પોલીસ બાતમીદારોને સક્રિય કરીને અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી રહી છે ત્યારે બુટલેગરો દ્વારા પણ દારૃની હેરાફેરી કરવા માટે મોટા નહીં પરંતુ નાના વાહનો મારફતે હેરાફેરી કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, મેદરા નર્મદા કેનાલ પાસે દહેગામ તરફથી એક શખ્સ મોપેડ ઉપર દારૃનો જથ્થો ભરીને આવી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળું મોપેડ આવતા તેને ઊભું રાખવામાં આવ્યું હતું. જેમાં તપાસ કરવામાં આવતા અલગ અલગ કોથળાઓમાં ૮૮ લીટર જેટલો દારૃ મળી આવ્યો હતો. જેના પગલે આ શખ્સની પૂછપરછ કરતા તે અમદાવાદના શક્તિનગર સોસાયટીમાં રહેતો દિલીપસિંહ ઉર્ફે વિક્રમસિંહ હમીરસિંહ ઉર્ફે માનસિંહ રાજપુત હોવાનું બહાર આવ્યું હતું. દારૃ અને મોપેડ મળીને ૪૭ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેમજ આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી હતી.


Google NewsGoogle News