જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતો એક ભરવાડ યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા બાદ સારવારમાં મૃત્યુ
જામનગરમાંથી એક યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજુભાઈ કરમણભાઈ વકાતર નામનો ૩૨ વર્ષનો ભરવાડ જ્ઞાતિનો યુવાન ગઈકાલે બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, તેથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના સંબંધી બાબુભાઈ પરબતભાઈ વકાતરે પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝન ના એ.એસ.આઇ. એસ.એસ. જાડેજા એ મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને સમગ્ર બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે