સુરત જિલ્લા પંચાયતની સ્કૂલના શિક્ષક 9 મહિનાથી ગેરહાજર છે

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
સુરત જિલ્લા પંચાયતની સ્કૂલના શિક્ષક 9 મહિનાથી ગેરહાજર છે 1 - image


- અગાઉ નોટિસ ફટકારી છતા હાજર નહી રહેતા ફરી નોટિસ : ગેરહાજરીનું કારણ બીમારી અને સામાજીક

                સુરત

સુરત જિલ્લા પંચાયત સંચાલિત સ્કુલમાં એક શિક્ષક નવ મહિનાથી માંદગીની સારવાર લઇ રહ્યા છે. ડીપીઇઓ દ્વારા તેમને નોટીસ ફટકારીને સુનાવણી રાખવામાં આવી છે. જયારે માધ્યમિક-ઉચ્તર માધ્યમિક સ્કુલોની યાદી મંગાવાઇ રહી છે.

રાજયમાં આવેલી સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક થી લઇને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કુલોના શિક્ષકો સ્કુલમાં ગેરહાજર રહીને લાંબી રજા પર હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ( ડીઇઓ) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ( ડીપીઇઓ ) પાસે લાંબી રજા પર ગયેલા અને બિન અધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. આ વિગતો વચ્ચે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક સ્કુલોમાંથી એક શિક્ષક નામે હિતેન્દ્ર છેલ્લા નવ મહિનાથી બિમારી અને સામાજિક કારણોસર રજા પર હોવાનું જાણવા મળ્યુ છે. ડીપીઇઓ દ્વારા આ શિક્ષકને એકવાર નોટીસ ફટકાર્યા બાદ હાજર નહીં રહેતા ફરીવાર નોટીસ ફટકારીને આગામી ૨૩ મી ઓગસ્ટે સુનાવણી રાખવામાં આવી છે. આ સિવાય સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કુલોમાં કેટલા શિક્ષકો લાંબી રજા પર છે. ઘણા સમયથી ગેરહાજર હોય તેની વિગતો સ્કુલ પાસે મંગાવી છે. આગામી એક બે દિવસમાં આ માહિતી આવ્યા બાદ માલુમ પડશે કે કેટલા શિક્ષકો ગેરહાજર છે.


 


Google NewsGoogle News