Get The App

વિદ્યાર્થીઓ મોબાઈલથી દુર રહે અને ક્રિએટીવ બને તે માટે પાલિકાની એક સ્કુલે ચેસ સ્પર્ધાનું આયોજન કર્યું

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓ મોબાઈલથી દુર રહે અને ક્રિએટીવ બને તે માટે પાલિકાની એક સ્કુલે ચેસ સ્પર્ધાનું આયોજન કર્યું 1 - image


સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓના ઘડતર માટે પ્રયોગો કરતા રહે છે. તેમાં પણ હાલમાં બાળકોમાં મોબાઈલમાં વધતો જતો ઉપયોગ  અટકાવવા માટે અનોખો પ્રયોગ કર્યો હતો. બાળકો મોબાઈલ થી પણ દૂર રહે  અને તેમાં રહેલી શક્તિ બહાર આવે તે માટે સમિતિની ઉત્રાણ ની એક શાળાએ ચેસની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. સમિતિના બાળકો માટે નવી કહી શકાય તેવી આ રમતની સ્પર્ધા માં 350થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને તેઓએ પોતાની રમત પ્રત્યે કટિબધ્ધતા દર્શાવી હતી. 

વિદ્યાર્થીઓ મોબાઈલથી દુર રહે અને ક્રિએટીવ બને તે માટે પાલિકાની એક સ્કુલે ચેસ સ્પર્ધાનું આયોજન કર્યું 2 - image

થોડા સમય પહેલાં ચેન્નાઈમાં ભારતના ૧૮ વર્ષના ચેસ ખેલાડી ડી. ગુકેશે ગયા સપ્તાહે ઇતિહાસ સર્જી સૌથી નાની વયે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ચીનના ડીફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને ૧૪મી અને આખરી ગેમમાં હરાવી દીધો હતો. સુરત પાલિકાની શાળાના બાળકો પણ આ રસ્તે આગળ વધે અને તેઓ મોબાઈલ થી પણ દુર રહે તે માટે  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાજા કેમ્પસમાં આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. પહેલા બાળકોમાં ચેસની રમત પ્રત્યે રુચિ  વધે તે માટે પહેલા તાલિમ આપી અને રમતના નિયમો સમજાવ્યા હતા. થોડા દિવસ બાદ આ સ્કૂલ દ્વારા ચેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વિદ્યાર્થીઓ મોબાઈલથી દુર રહે અને ક્રિએટીવ બને તે માટે પાલિકાની એક સ્કુલે ચેસ સ્પર્ધાનું આયોજન કર્યું 3 - image

આ ચેસ સ્પર્ધા માટે શાળાના આચાર્યનો હેતુ એ હતો કે,  બાળકોને ઇન્ડોર રમત પ્રત્યેની રુચિ વધે અને તેનાથી મોબાઈલ થી દૂર થાય તે હેતુથી દર વર્ષે ચેસ ટુર્નામેન્ટ નું આયોજન શાળા દ્વારા કરવામાં આવે છે આ વર્ષે મોટા પાયે આયોજન કરાયું હતું જેના કારણે આ શાળામાં 350થી વધુ બાળકોએ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. હવે આગામી દિવસોમાં વિજેતા બાળકો ઇન્ટર કેમ્પસ કોમ્પિટિશનમાં ભાગ લેશે અને ત્યાર બાદ અન્ય સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા જશે., શાળાના આચાર્ય કહે છે, આ સ્પર્ધાને કારણે બાળકો મોબાઈલ થી દુર થયાં છે તે સાબિત થયું છે અને વધુમાં વધુ બાળકો  બિન જરૂરી મોબાઈલ ના ઉપયોગથી દુર રહે અને આવી સ્પર્ધામાં ભાગ લે તે માટે પ્રયાસ કરવામા આવી રહ્યાં છે. 

વિદ્યાર્થીઓ મોબાઈલથી દુર રહે અને ક્રિએટીવ બને તે માટે પાલિકાની એક સ્કુલે ચેસ સ્પર્ધાનું આયોજન કર્યું 4 - image


Google NewsGoogle News