Get The App

સેલ્ફ ડ્રાઇવના નામે કાર ભાડે લઈ જઈ ગીરવી મૂકી દેનાર ભેજાબાજ પકડાયો

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
સેલ્ફ ડ્રાઇવના નામે કાર ભાડે લઈ જઈ ગીરવી મૂકી દેનાર ભેજાબાજ પકડાયો 1 - image


Vadodara Car Rent Fraud : સેલ્ફ ડ્રાઇવના નામે તેમજ કંપનીમાં કોન્ટ્રાક્ટથી કાર ભાડે આપવાના નામે છેતરપિંડી કરવાના ઘણા બનાવ બની રહ્યા છે ત્યારે એક વર્ષ પહેલા બનેલા બનાવના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં રહેતા અને કાર ભાડે આપવાનો વ્યવસાય કરતા વેપારી પાસે ડિસેમ્બર 2023 માં એક યુવકે સેલ્ફ ડ્રાઈવના નામે બલેનો કાર ભાડે લઈ ગયો હતો. ત્યારબાદ તેણે કાર પરત નહીં કરતા વેપારીએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

આ બનાવમાં પોલીસે તપાસ કરતા ભાડે લઈ જનાર ઠગે ભાડું કે કારની રકમ આપી ન હતી અને કાર ભિલોડા ખાતે બારોબાર ગીરવી મૂકી દીધી હતી.

આ ગુનામાં ફરાર આરોપી તુષાર હિતેન્દ્ર પાટણવાડીયા (હરીપુરા ગામ, પલસાણા, સુરત) વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે વિનાયક પેરેડાઇઝમાં રહેવા માટે આવ્યો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.


Google NewsGoogle News