સાધુની લંપટલીલા જાહેર થતા ગુરૂકૂળમાંથી લીવીંગ સર્ટીફિકેટ કઢાવવા વાલીઓનો ધસારો
સંતાનોને અન્યત્ર ખસેડવાની કાર્યવાહીથી હોસ્ટેલ ખાલી થવા લાગી : ખીરસરા ધેંટિયાના ગુરૂકૂળના સાધુ ધરમસ્વરૂપદાસ, નારાયણસ્વરૂપદાસ અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયા ફરાર થઈ જતાં પોલીસની ચારેબાજુ શોધખોળ
ઉપલેટા, : ઉપલેટાના ખીરસરા ધેંટિયા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરૂકૂળના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તે ફરાર થઈ ગયા છે. બનાવના પગલે ગુરૂકૂળમાં રજા જાહેર કરી દેવાઈ છે. તો બીજી બાજુ વાલીઓ ગુરૂકૂળમાંથી એડમીશન રદ કરાવવા દોડધામ કરતા થયા છે. ગુરૂકૂળની હોસ્ટેલ પણ ખાલી થવા લાગી છે. વાલીઓ હોસ્ટેલમાંથી બાળકોને પરત લઈ જઈ રહ્યા છે.
ઉપલેટાના ખીરસરા ધેંટિયા ગામે આવેલા વડતાલ ગાદી હેઠળ સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકૂળના ધરમસ્વરૂપદાસ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં નારાયણસ્વરૂપદાસ સ્વામી તથા હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયાએ મદદગારી કર્યાનો આરોપ મૂકાયો છે. ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે.
જયારે બીજી બાજુ આ ઘટનાના પગલે ખીરસરા ધેંટિયાના ગુરૂકૂળમાં રજા જાહેર કરી દેવાઈ છે. તો બીજી તરફ ગુરૂકૂળમાં ભણતા બાળકોના વાલીઓ એલસી કઢાવી બાળકોના એડમીશન રદ કરાવવા દોડતા થયા છે. ગુરૂકૂળની હોસ્ટેલ પણ ખાલી થવા લાગી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પરત લઈ જઈ રહ્યા છે.