ખેડૂત આંદોલનમાં ડ્રાઇવરોની રોજી બંધ થતા સુરત આવેલો 16 વર્ષથી વોન્ટેડ લૂંટારૂ ઝડપાયો
- ભેંસાણ હાઇવે પર ઘાતક હથિયાર બતાવી રૂ. 32 લાખની લોખંડની પ્લેટ ભરેલું ટ્રેલરની લૂંટમાં સામેલ હતો
સુરત
ભેંસાણ હાઇવે ઓખેશ્વર પાટિયા પાસેથી રૂ. 32 લાખના લોંખડની પ્લેટ ભરેલા ટ્રેલરના ડ્રાઇવર-ક્લીનરનું ઘાતક હથિયાર વડે બાનમાં લઇ અપહરણ-લૂંટની ઘટનમાં છેલ્લા 16 વર્ષથી વોન્ટેડ લૂંટારૂને રાંદેર પોલીસે પંજાબમાં તપાસ હાથ ધર્યા બાદ હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
વર્ષ 008 માં ભેંસાણ હાઇવે ઉપર ઓખેશ્વર પાટિયા પાસે ઘાતક હથિયાર બતાવી રૂ. 32 લાખ કિંમતની 21.510 ટન લોંખડની પ્લેટ ભરેલા ટ્રેલર નં. જીજે-06 ટીટી-6416 ની લૂંટ કરવા ડ્રાઇવર-ક્લીનરનું અપહરણ કરી હાઇવે નજીકની હોટલમાં ટ્રેલર પાર્ક કરી ખેતરમાં બંનેને ગોંધી રાખ્યા હતા. પરંતુ ડ્રાઇવર-ક્લીનર તકનો લાભ લઇ ભાગી ગયા હતા. આ ગુનામાં વોન્ટેડ ગત 12 જાન્યુઆરીએ રાંદેર પોલીસે પ્રિતપાલસીંગ લાડી જોગીન્દરસીંગ માનની અમદાવાદથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં રામજીતસીંગ ઉર્ફે રામ બુધ્ધસીંગ ઉર્ફે બુધ્ધુસીંગ મતબીસીંગ (ઉ.વ. 40 રહે. આઇડલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં, હજીરા અને મૂળ. ફેરૂમાન, તા. બબકલા, અમૃતસર, પંજાબ) પણ સામેલ હોવાની અને તે હાલમાં પંજાબ ખાતે સબ્જી મંડીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસની એક ટીમ પંજાબ રવાના થઇ હતી પરંતુ હાલમાં ખેડૂત આંદોલન ચાલુ છે અને તેમાં ડ્રાઇવરો પણ જોડાયા હતા પોલીસ તપાસ જોખ્મી બને એમ હતી. જેથી પોલીસ ટીમ પરત આવી હતી પરતુ આ અરસામાં ડ્રાઇવરો પણ આંદોલનમાં જોડાયા હોવાથી રોજગારીની શોધમાં હજીરા વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા રાંદેર પોલીસની ટીમે રામજીતસીંગને હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.