જામનગરમાં પટણી વાડ વિસ્તારમાંથી એક રીક્ષા ચાલક મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
જામનગરમાં પટણી વાડ વિસ્તારમાંથી એક રીક્ષા ચાલક મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો 1 - image


                                                               Image Source: Freepik

જામનગર, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર

જામનગરમાં વિસ્તારમાંથી એક રીક્ષા ચાલકને પોતાના મોબાઈલ ફોન ની ક્રિકેટની આઈડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમવા અંગે પોલીસે પકડી પાડ્યો છે.

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવતો ફકરૂદીન અસગરઅલી કપાસી નામનો રીક્ષા ચાલક ગઈકાલે પટણીવાડ વિસ્તારમાં જાહેરમાં પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડકપની ક્રિકેટ મેચ પર જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેની અટકાયત કરી લઈ તેની પાસેથી રૂપિયા ૧૩૫૦ ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબજે કરી છે, અને તેના સામે જુગાર ધારા ભંગ અંગે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News